ભારતીય સેનાએ LoC પરથી પાકિસ્તાની નાગરિકને પકડ્યો, તપાસ ચાલુ
ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LoC પર એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. સેનાના અધિકારીઓએ જણા

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LoC પર એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની નાગરિકને નિયંત્રણ રેખા પરથી પકડવામાં આવ્યો છે. અધિકારીઓએ નિયંત્રણ રેખા પર સુરક્ષા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે ઘૂસણખોરીના પ્રયાસમાં વધારો થયો છે. આ પહેલા રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર BSFએ એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો.
વધુ એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો
આ પહેલા 3 મેની રાત્રે BSFએ ભારતીય વિસ્તારમાં ઘૂસેલા એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો હતો. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે 3 મેની રાત્રે દરિયા મંસૂરની બોર્ડર આઉટ પોસ્ટ સાહપુરમાં ડ્યુટી પર તૈનાત BSF જવાનોએ ભારતીય ક્ષેત્રની લગભગ 250 મીટર અંદર ફલ્કૂ નાલા પાસે શંકાસ્પદ ગતિવિધિ જોઇ હતી. જે બાદ એક વ્યક્તિને પકડ્યો હતો અને પૂછપરછમાં તેની ઓળખ પાકિસ્તાની નાગરિકના રૂપમાં થઇ હતી.
રાજસ્થાનમાંથી પાકિસ્તાની રેન્જર પકડાયો હતો
BSFએ ગત અઠવાડિયે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. પાકિસ્તાની રેન્જર તે સમયે પકડાયો જ્યારે બે અઠવાડિયા પહેલા પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ બન્ને દેશઓ વચ્ચે તણાવ વધી ગયો છે.








