ભારત બંધ દરમિયાન પટણામાં હંગામો, પ્રદર્શકારીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ
ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો જોવા મળ્યો હતો. પોલીસે બંધ સમર્થ

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો જોવા મળ્યો હતો. પોલીસે બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકોની રેલી ગાંધી મેદાનથી આગળ વધી રહી હતી. આ વચ્ચે જેપી ગોલંબર પાસે બેરિકેડિંગ કરવામાં આવી હતી પરંતુ બંધ સમર્થકોએ બેરિકેડ તોડી નાખ્યુ હતું અને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે બેરિકેડ તોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રદર્શનકારી આગળ વધવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ભોજપુરમાં મૈસૂર રાની કમલાપતિ સહરસા ટ્રેનને રોકવામાં આવી
બિહારના ભોજપુરમાં ભારત બંધના સમર્થનમાં વિવિધ પક્ષના નેતાઓએ આરા રેલ્વે સ્ટેશન પર ચક્કાજામ કર્યો છે. મૈસૂર રાની કમલાપતિ સહરસા ટ્રેનને રોકીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બિહારના જહાનાબાદમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. રસ્તા પર સમર્થકો ભેગા થયા હતા.ભારત બંધના સમર્થકોએ એનએચ-83ને બ્લોક કરી દીધો હતો.
રાજસ્થાનના બારાં શહેરમાં બંધને લઇને તંત્ર એલર્ટ
રાજસ્થાનના બારાં શહેરમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. બજારોમાં દુકાનો બંધ છે. બંધને લઇને તંત્ર એલર્ટ છે. બંધ દરમિયાન હોસ્પિટલ, મેડિકલ, લેબ અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. દૂધ ડેરી, પેટ્રોલ પંપ, બેન્ક અને સરકારી કાર્યાલય પણ ચાલુ રહેશે.
રાજસ્થાનના સવાઇ માધોપુરમાં સ્કૂલ-કોલેજ બંધ
ભારત બંધને કારમે રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ-કોલેજ બંધ છે. ઇન્ટરનેટ સેવા પણ બંધ છે. આ સિવાય આજે કોચિંગ સંસ્થાથી લઇને આંગણવાડી અને લાઇબ્રેરી પણ બંધ રહેશે પરંતુ સરકારી શિક્ષકોએ સંસ્થામાં હાજર રહેવું જરૂરી હશે.
અનેક જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી હતી
ઝારખંડમાં પણ જોવા મળી ભારત બંધની અસર
ઝારખંડના ગિરિડીહમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. સવારથી જ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના કાર્યકર્તા બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી ગયા હતા. વાહન વ્યવસ્થા પણ પુરી રીતે પ્રભાવિત થઇ છે. ગિરિડીહ બસ સ્ટેશન પર બસો બંધ હોવાને કારણે મુસાફરોએ પરત ફરવું પડ્યું હતું.
ગુજરાતમાં પણ જોવા મળી ભારત બંધની અસર
ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. છોટા ઉદેપુર,દાહોદ, પંચમહાલ જેવા જિલ્લામાં ભારત બંધની આંશિક અસર જોવા મળી હતી. આદિવાસી સંગઠનો ભારત બંધ કરાવવા નીકળ્યા હતા. કેટલીક જગ્યાએ વેપારીઓએ જાતે જ ભારત બંધને સમર્થન આપતા પોતાની દુકાનો બંધ રાખી હતી.








