VIDEO : યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનને મોકલાવી મેડિકલ સહાય, દૂતાવાસે ભારતીયોનો માન્યો આભાર
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે માનવતા દાખવતા ઈરાનને મેડિકલ સહાયનો પ્રથમ જથ્થો મોકલ્યો છે. ઇરાની દૂતાવાસે
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે માનવતા દાખવતા ઈરાનને મેડિકલ સહાયનો પ્રથમ જથ્થો મોકલ્યો છે. ઇરાની દૂતાવાસે મેડિકલ સપ્લાય સોંપવાનો વીડિયો પણ શેર કર્યો છે. મેડિકલ કિટનો આ જથ્થો ઈરાનની રેડ ક્રિસેન્ટ સોસાયટીને સોંપવામાં આવ્યો છે, જેમાં જરૂરી દવાઓ અને મેડિકલ સપ્લાયનો સમાવેશ થાય છે. ભારતમાં ઈરાનના દૂતાવાસે આ સહાય બદલ ભારતીય લોકોનો આભાર માન્યો છે. દૂતાવાસે જણાવ્યું કે, આ મદદ સફળતાપૂર્વક પહોંચાડી દેવામાં આવી છે અને તેને ભારતના લોકો તરફથી મળેલો સહયોગ ગણાવ્યો છે.



