મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભારત માટે આગામી 2 દાયકા ઘણા મહત્ત્વના', ઇન્ડિયા એનર્જી વીક કાર્યક્રમમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. એનર્જી સેક્ટર

'ભારત માટે આગામી 2 દાયકા ઘણા મહત્ત્વના', ઇન્ડિયા એનર્જી વીક કાર્યક્રમમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. એનર્જી સેક્ટરમાં કેટલીક સંભાવનાઓ છે. PM મોદીએ કહ્યું કે ભારત માટે આગામી બે દાયકા ઘણા મહત્ત્વના છે.

દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025ની શરૂઆત

દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025ની શરૂઆત કરતા PM મોદીએ કહ્યું કે વિશ્વનો દરેક એક્સપર્ટ કહી રહ્યો છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત પોતાની જ નહીં, દુનિયાની ગ્રોથને પણ ડ્રાઇવ કરી રહ્યું છે જેમાં આપણા એનર્જી સેક્ટરની મોટી ભૂમિકા છે. ભારતની એનર્જી મહત્ત્વાકાંક્ષાઓ 5 પિલર પર ઉભી છે. પ્રથમ- આપણી પાસે રિસોર્સ છે, જેમને આપણે હાર્નેસ કરી રહ્યાં છીએ. બીજુ- આપણે પોતાના બ્રિલિયન્ટ માઇન્ડને ઇનોવેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ. ત્રીજુ- આપણી પાસે આર્થિક અને રાજકીય સ્થિરતા છે. ચોથી-ભારત પાસે રણનીતિક ભૌગોલિક સ્થિતિ છે, જે એનર્જી ટ્રેડને વધારે આકર્ષક અને આસાન બનાવે છે. પાંચમી- ભારત ગ્લોબલ સસ્ટેનેબિલિટી માટે કમિટેડ છે, જેનાથી ભારતના એનર્જી સેક્ટરમાં નવી સંભાવનાઓ તૈયાર થઇ રહી છે.

2030ની ડેડલાઇનના હિસાબથી બનેલા છે લક્ષ્ય- PM મોદી

PM મોદીએ કહ્યું કે વિકસિત ભારત માટે આગામી બે દાયકા ઘણા મહત્ત્વના છે જેમાંથી પાંચ વર્ષ અનેક પડાવ પાર કરવાના છે. આપણા ઘણા તમામ એનર્જી ગોલ 2030ની ડેડલાઇનના હિસાબથી એલાઇન કરવામાં આવ્યા છે. વર્ષ 2030 સુધી 500 ગીગા વોટ રિન્યુઅલ એનર્જી કેપિસિટી એડ કરવા માંગે છે. 2030 સુધી ભારતે નેટ ઝીરો કાર્બન એમ્બિશનનો ટાર્ગેટ રાખ્યો છે. 2030 સુધી 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન કરી શકે, આ અમારૂ લક્ષ્ય છે. 

ભારતની સોલર એનર્જી ક્ષમતા 10 વર્ષમાં 32 ઘણી વધી- PM મોદી

છેલ્લા 10 વર્ષમાં ભારત 10માંથી 5મીં અર્થવ્યવસ્થા બન્યું છે. 10 વર્ષમાં આપણી સોલર એનર્જી કેપિસિટી 32 ઘણી વધી છે. આજે ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ સોલર પાવર જેનરેટિંગ નેશન છે. G20 દેશોમાં પેરિસ સમજૂતિને પૂર્મ કરનાર પ્રથમ દેશ ભારત છે. ભારત કેવી રીતે પોતાનું લક્ષ્ય સમય પહેલા પૂર્ણ કરી રહ્યું છે તેનું ઉદાહરણ ઇથેનોલ બ્લેડિંગ છે. આજે ભારત 90 ટકા ઇથેનોલ બ્લેડિંગ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો