ક્લિનિકમાં ડોક્ટરોએ રેપ કરવાનો કર્યો પ્રયાસ, નર્સે પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાંખ્યો
બિહારના સમસ્તીપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડોક્ટરે તેના બ

બિહારના સમસ્તીપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડોક્ટરે તેના બે સાથીઓ સાથે મળીને નર્સ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નર્સે પોતાના બચાવમાં ડ્રગ એડિક્ટ ડૉક્ટરનો પ્રાઇવેટ પાર્ટ બ્લેડથી કાપી નાખ્યો. આ પછી હૉસ્પિટલમાંથી આ લોકોની ચૂંગાલમાંથી નર્સ ભાગી ગઈ અને પોલીસને જાણ કરવા સાથે પોતાનો જીવ બચાવ્યો. પોલીસ માહિતી પર પહોંચી અને ઘાયલ ડોક્ટરની તેના બે સહયોગીઓ સાથે ધરપકડ કરી અને બંને આરોપીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.
બળાત્કારનો પ્રયાસ
મળતી માહિતી મુજબ આ ઘટના મુસરીઘરારી પોલીસ સ્ટેશન વિસ્તારના ફિઝિયોથેરાપી નર્સિંગ હોમના ડૉક્ટરનું ક્લિનિક હોવાનું કહેવાય છે. અહીં નશામાં ધૂત ડોક્ટર અને તેના બે સાથીદારો નર્સ સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નર્સે આનો વિરોધ કરવા અને પોતાને બચાવવા માટે આરોપી ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ બ્લેડથી કાપી નાખ્યો. એ પછી પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગઈ. ક્લિનિકની બહાર આવી ખેતરમાં છુપાઈને તેણે ‘112’ નંબર પર ફોન કર્યો. પીડિતાના જણાવ્યા અનુસાર ડૉક્ટર દારૂના નશામાં હતો. ક્લિનિકમાં તેને ટોર્ચર કરી બળજબરી થાય તે પહેલાં તેણે બ્લેડથી ડૉક્ટરના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યા હતા.
નર્સનો પીછો કર્યો
આ મામલામાં ડીએસપીનું કહેવું છે કે આરોપી ડોક્ટર તેઘરાનો રહેવાસી છે. તેના બંને સાથીઓ પણ સમસ્તીપુરના છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પીડિતાએ જણાવ્યું કે આ ઘટના બાદ ડોક્ટરના બે સાથીઓએ તેનો પીછો કર્યો. પરંતુ તે મકાઈના ખેતરમાં સંતાઈ ગઈ હતી. 112ની ટીમ નર્સને પોતાની સાથે લઈ ગઈ અને તેને સુરક્ષિત રીતે મુસરીઘરારી પોલીસ સ્ટેશન લઈ આવી.
પીડિતાએ જણાવ્યું કે ઘટના સમયે ડોક્ટરે ક્લિનિકમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા અને ક્લિનિકને અંદરથી બંધ કરી દીધું હતું. આ પછી ત્રણેય જણા તેની ઉપર તૂટી પડ્યા. મુસરીઘરારી પોલીસ સ્ટેશનના વડા તેમની ટીમ સાથે ક્લિનિક પહોંચ્યા. ત્યાં તેઓએ તબીબ અને તેના બે સાથીઓની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એસડીપીઓએ જણાવ્યું કે, પીડિતાએ આપેલી માહિતી બાજ પોલીસ આરબીએસ હેલ્થ કેર સેન્ટર પહોંચી અને અડધી બોટલ દારુ, એક કાર, પીડિતાએ ઉપયોગમાં લીધેલી બ્લેડ ઉપરાંત લોહીવાળી લુંગી, બેડસીટ, પેન્ટ કબજે કર્યું. ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. દારૂ અંગે અલગથી કેસ નોંધવામાં આવી રહ્યો છે. ઘાયલ તબીબને સારવાર આપવામાં આવી છે. ધરપકડ બાદ ત્રણેયે ગુનો પણ કબૂલી લીધો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






