હૈદરાબાદમાં દારૂ મિશ્રિત આઈસ્ક્રીમ ખાધા પછી લોકો થયા બેકાબુ, અધિકારીઓએ પાર્લર પર દરોડા પાડી બે શખ્સોને દબોચ્યા
હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક્સાઇઝ એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ગુર

હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક્સાઇઝ એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ગુરુવાર, 05 ઓગસ્ટના રોજ એક આઈસ્ક્રીમ પાર્લરમાંથી 11.5 કિલો વ્હિસ્કી આઈસ્ક્રીમ જપ્ત કર્યો હતો. જ્યારે આ આઈસ્ક્રીમનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં પ્રતિ કિલોગ્રામ 100 મિલી વ્હિસ્કી ભેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. નશાયુક્ત આઈસ્ક્રીમ ઊંચા ભાવે વેચાઈ રહ્યો હતો.
આ કેસમાં સંડોવાયેલા 2 લોકોની ધરપકડ
ટીમને બાતમી મળી હતી કે આ આઈસક્રિમ પાર્લરમાં દારૂ મિક્સ કરીને આઈસ્ક્રિમ વેચવામાં આવતો હતો. વ્હિસ્કી મિશ્રિત આઈસ્ક્રીમ અલગ અલગ 23 ટુકડાઓમાં વેચાણ કરી રહ્યા હતા. તેનું વજન 11.5 કિલો હતું. પોલીસે વ્હિસ્કી મિશ્રિત આઈસ્ક્રીમ બનાવનાર અને વેચાણ કરતા બે લોકોની ધરપકડ કરી હતી.
ફેસબુક પર પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવી
અધિકારીઓને એ પણ જાણવા મળ્યું કે આ લોકો ગ્રાહકોને આકર્ષવા માટે ફેસબુક પર પોતાની પ્રોડક્ટની જાહેરાત પણ કરતા હતા. દારૂની હાનિકારક અસરોથી અજાણ બાળકો અને યુવાનોને વ્હિસ્કી મિશ્રિત આઈસ્ક્રીમ પણ વેચવામાં આવી રહ્યો હતો. આબકારી વિભાગે આવા ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.






