મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં ભાજપે 48માંથી 23 બેઠકો અપક્ષ-નાના પક્ષોની મદદથી જીતી

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને આશ્ચર્ય સર્જ્ય

હરિયાણામાં ભાજપે 48માંથી 23 બેઠકો અપક્ષ-નાના પક્ષોની મદદથી જીતી

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને આશ્ચર્ય સર્જ્યુ છે પણ તેની પાછળ ચૂંટણીલક્ષી વ્યુહરચના છે. ભાજપે અપક્ષ ઉમેદવારો અને પોતાની બી ટીમ જેવા લોકદળ અને બસપા સહિતના પક્ષોના ઉમેદવારોની મદદથી ભાજપ વિરોધી મતોમાં ગાબડાં પાડ્યાં. ભાજપે કોંગ્રેસના મત કાપવાની અપનાવેલી વ્યૂહરચના અત્યંત સફળ સાબિત થઇ છે. 

ભાજપે જીતેલી કૂલ 48 બેઠકોમાંથી 23 બેઠકો એવી છે કે જે ભાજપ અપક્ષો તથા પોતાની બી ટીમ જેવા પક્ષોની મદદથી જીતી છે. આ બેઠકો પર ભાજપને મળેલી સરસાઇ કરતાં અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારને મળેલા મત વધારે છે. આ ભાજપ વિરોધી મતો કોંગ્રેસને મળ્યા હોત તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ અલગ હોત.

બેઠક        ભાજપના વિજેતા સરસાઇ અપક્ષ/અન્ય મળેલા મત
કાલકા     શક્તિરાની શર્મા  10,883  ગોપાલ સુખોમાજરી 31,688
અંબાલા કેન્ટ અનિલ વિજ     7,277 ચિત્રા સરવરા 52,581
યમુનાનગર ઘનશ્યામ દાસ 22437 દિલબાગસિંહ (લોકદળ)  36067
પુંદરી સતપાલ જામ્બા 2197 સતબીર ભાના (અપક્ષ) 40608
અસ્સાંધ     યોગિંદરસિંહ રાણા 2306 ગોપાલસિંહ (બસપા)
ઝીલેરામ શર્મા (અપક્ષ)
27396
16302
ઘરૌંદા     હરવિંદર કલ્યાણ     4531 મન્નુ કશ્યપ (લોકદળ) 5611
સામલખા મનમોહન ભડાના  19315   રવિંદર મછરૌલી 21132

રાઇ
 ક્રિષ્ણા ગહલાવત 4673 પ્રતિક રાજકુમાર શર્મા 12262

ગોહાના    
અરવિંદ કુમાર શર્મા 10429 હર્ષ છિકરા    રાજવીરસિંહ દહિયા

14761

 8824

સફીદોન રાજકુમાર ગૌતમ     4037 જસબીર દેસવાલ
બચનસિંહ આર્ય

20114
8807
ઉચાના કલાન દેવેન્દર છત્રભુજ અત્રી 32 વિરેન્દર ઘોઘરીયાન 31456

આ સમાચાર શેર કરો