મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, કિરણ ચૌધરી પુત્રી સાથે ભાજપમાં જોડાયા

હરિયાણામાં હવે થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ થવાના છે ત્યારે તેવા

હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, કિરણ ચૌધરી પુત્રી સાથે ભાજપમાં જોડાયા

હરિયાણામાં હવે થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ થવાના છે ત્યારે તેવા સમયે કોંગ્રેસ પક્ષને ભારે ઝટકો લાગ્યો છે. હરિયાણામાં રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજકારણમાં આયારામ ગયારામ અર્થાત પક્ષ પલટા ચાલુ જ રહેતા હોય છે. હરિયાણામાં કોંગ્રેસને ઝટકો આપતા વરિષ્ઠ નેતા કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી બુધવારે ભાજપમાં જોડાઈ ગયા. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, ભાજપ મહાસચિવ તરુણ ચુગ અને સુરેન્દ્ર નાગરે કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિ ચૌધરીને ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ હાજર હતા.

હરિયાણામાં ભિવાનીના તોશામથી ધારાસભ્ય કિરણ ચૌધરીએ ભાજપમાં જોડાયા બાદ સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ કર્યું કે, "નવી શરૂઆત, એક નવી સવાર. આજે અમે અમારા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિભાવના માટે પ્રદેશ અને રાજ્યની પ્રગતિના ઉદ્દેશ્ય સાથે જોડાયા છીએ. અમારું વચન છે કે, ચૌધરી બંસીલાલના પગલે ચાલીને હરિયાણા અને પ્રદેશના લોકોના કલ્યાણ માટે હંમેશા સમર્પિત રહીશું.

જણાવી દઈએ કે, હરિયાણાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેમની દીકરી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. જો કે કિરણ ચૌધરી ભૂપેન્દ્ર હુડ્ડા પર અગાઉ પણ અનેક આરોપો લગાવી ચૂક્યા છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રી પર અવગણના કરવા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરીને મારી નાખવાના મોટા આક્ષેપો કર્યા હતા. 

તાજેતરમાં, લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે તેમની પુત્રી શ્રુતિની ટિકિટ કાપવામાં આવી હતી ત્યારે પણ કિરણ ચૌધરીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. કિરણ ચૌધરીએ કહ્યું હતું કે જ્યાંથી હું પાંચ વખત ધારાસભ્ય છું ત્યાં બેઠક યોજાઈ છે. પરંતુ મને જાણ પણ કરવામાં આવી નથી. 

જણાવી દઈએ કે, કોંગ્રેસના કિરણ, સેલજા અને રણદીપ સુરજેવાલાને એસઆરકે ગ્રુપના માનવામાં આવે છે, આ ત્રણે હરિયાણા કોંગ્રેસથી અલગ તરી આવે છે.

આ સમાચાર શેર કરો