સાવધાન! બંગાળની ખાડીમાં બની રહેલા નવા લો પ્રેશરથી વાવાઝોડાની આશંકા, IMDએ આપ્યું આ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે સોમવારે સાંજે અથવા રાત્રે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ તા

ભારતીય હવામાન વિભાગે સોમવારે સાંજે અથવા રાત્રે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ તાજેતરની આગાહીમાં કહ્યું છે કે, મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું આવી શકે છે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
IMD કરેલી આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાઈ જવાને કારણે રવિવારે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. હાલમાં ઓરિસ્સાના ગોપાલપુર, છત્તીસગઢના રાયપુર, મહારાષ્ટ્રના નંદુરબાર, મધ્યપ્રદેશના ખરગોન અને ગુજરાતના નવસારી વિસ્તારમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ છે.
બીજી તરફ, હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી બની રહેલા નવ દબાણ અંગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બની રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 24 કલાકમાં તે વધુ મજબૂત થઈને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. જેના કારણે શ્રીલંકાના પૂર્વી તટ અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, પુડુચેરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અને આગામી 36 કલાક સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 15 ઓક્ટોબરની રાતથી 16 ઓક્ટોબર સુધી ચેન્નાઈથી કન્યાકુમારી સુધી તમિલનાડુના દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે આ લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અને આગામી 36 કલાક સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 15 ઓક્ટોબરની રાતથી 16 ઓક્ટોબર સુધી ચેન્નાઈથી કન્યાકુમારી સુધી તમિલનાડુના દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.






