મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'એરપોર્ટની છત તૂટવી, રામ મંદિરમાં પાણી ટપકવું...', આ બધી મોદી સરકારની ભ્રષ્ટાચારી લાપરવાહીઃ ખડગે

વરસાદ બાદ દિલ્હી એરપોર્ટની છત પડવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ

'એરપોર્ટની છત તૂટવી, રામ મંદિરમાં પાણી ટપકવું...', આ બધી મોદી સરકારની ભ્રષ્ટાચારી લાપરવાહીઃ ખડગે

વરસાદ બાદ દિલ્હી એરપોર્ટની છત પડવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, ' મોદી સરકારના છેલ્લા 10 વર્ષોમાં નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા મામલે ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે. દિલ્હી એરપોર્ટ (T1)નીછત પડવી, જબલપુર એરપોર્ટની છત ધરાશાયી થવી, અયોધ્યાના નવા રસ્તાઓની ખરાબ સ્થિતિ, રામ મંદિરમાં પાણી ટપકવું, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડમાં તિરાડો, 2023 અને 2024માં બિહારમાં 13 નવા પુલ તૂટવાને આરે છે. પ્રગતિ મેદાન ટનલનું વારંવાર ડૂબી જવું, ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના... આ એવા કેટલાક ઉદાહરણો છે જે મોદીજી અને ભાજપ દ્વારા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલને ખુલ્લી પાડે છે.

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, "10 માર્ચે, જ્યારે મોદીજીએ દિલ્હી એરપોર્ટ T1નું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે તેમણે પોતાને જુદી માટીનો માણસ તરીકે ઓળખ આપી હતી. આ બધી ખોટી વાહવાહી અને નિવેદનબાજી માત્ર ચૂંટણી પહેલા રિબન કાપવાની વિધિ પૂર્ણ કરવા માટે હતા. દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતો પ્રતિ અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. તેમણએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું છે.

જણાવી દઈએ કે દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે (28 જૂન) સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ હતી. એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ ત્યાં પાર્ક કરેલા વાહનો પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ઘાયલ થયા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો