હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની તો 6 મહિનામાં જ મોદી-શાહ સરકાર પાડી દેશે, ભાજપના નેતાનો દાવો
હરિયાણા સરકારમાં નાણા મંત્રી જેપી દલાલના એક નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હરિયાણામાં મંત

હરિયાણા સરકારમાં નાણા મંત્રી જેપી દલાલના એક નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હરિયાણામાં મંત્રીએ એક જનસભાને સંબોધતા કહ્યું કે જો ભગવાને ઇચ્છી લીધુ અને કોંગ્રેસની સરકાર રાજ્યમાં બની ગઇ તો અમારા દિલ્હીવાળા નેતા 6 મહિના પણ તેને ચાલવા નહીં દે. ભાજપના નેતાએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યાં છે કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવી લેશે. પહેલી વાત તો આવું થવા નથી જઇ રહ્યું અને જો આમ થઇ ગયું તો અમારા નેતા 6 મહિના પણ સરકાર ચાલવા નહીં દે. હરિયાણવીમાં બોલતા જેપી દલાલે કહ્યું, 'લોકો કહે છે કે કોંગ્રેસ આવેગી. હું કહું છું કે જો ભગવાન નારાજ થઇ ગયા, જો ભૂંડલી બની પણ ગઇ તો મ્હારે દિલ્લીવાલે છ મહિને નહીં પકડ઼ણ દેંગે.'
જેપી દલાલે કહ્યું કે ભૂપિન્દર સિંહ હુડ્ડા માત્ર રોહતક પર જ ધ્યાન આપે છે. જેપી દલાલે કહ્યું કે આશા હતી કે આચાર સંહિતા 25 પછી આવશે પરંતુ આ થોડી પહેલા આવી ગઇ. કોંગ્રેસની સંભાવનાઓ પર દલાલે કહ્યું કે આ લોકોએ થોડા ઘણા બાળક બહેલાવી રાખ્યા છે. લોકો કહે છે કે કોંગ્રેસ આવશે.
હુડ્ડા તો પુત્રને મુખ્યમંત્રી બનાવવામાં લાગ્યા, તમને કોણ આગળ વધારશે
ભાજપના નેતાએ કહ્યું કે ભૂપિન્દર સિંહ હુડ્ડા તો 10 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યાં પણ ક્યારેય ભિવાની માટે સમય કાઢ્યો નથી. જેપી દલાલે કહ્યું કે શું લોહારૂને હરિયાણામાં નથી માણતા. મહત્ત્વપૂર્ણ છે કે જેપી દલાલ લોહારૂ બેઠક પરથી ધારાસભ્ય છે. દલાલે કહ્યું કે ભાજપ જ તમારા લોકોનું ધ્યાન રાખે છે. હુડ્ડા તરફ સંકેત કરતા કહ્યું કે રોહતકવાળા તો તમને આગળ વધવા નહીં દે. દલાલે કહ્યું કે હુડ્ડા પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવા અને ભિવાનીની ચૌધર ખતમ કરવા માંગે છે. રોહતક વાળાઓથી ભિવાનીવાળા નહીં હારે. અમે બાળપમથી ચૌધરી બંસીલાલની ચૌધર જોતા આવ્યા છીએ. આજે પણ અમે બદલાયા નથી.
2019માં કેવું હતું પ્રદર્શન
હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 31 બેઠક પર જીત મળી હતી. જેજેપી ત્રીજા સ્થાને રહી હતી અને તેને 10 બેઠક પર જીત મળી હતી. ભાજપે જેજેપી સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. જોકે, લોકસભા ચૂંટણી પહેલા જ આ ગઠબંધન તૂટી ગયું હતું.








