મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મને ઓરલ સેક્સ માટે મજબૂર કરવામાં આવી હતી': ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વરિષ્ઠ અધિકારી પર લગાવ્યા આરોપ

મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બળાત્કાર

'મને ઓરલ સેક્સ માટે મજબૂર કરવામાં આવી હતી': ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વરિષ્ઠ અધિકારી પર લગાવ્યા આરોપ

મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બળાત્કાર અને છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હવે ભારતીય વાયુસેનામાંથી આવી જ એક ઘૃણાસ્પદ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાની એક મહિલા ફ્લાઈંગ ઓફિસરે એક વરિષ્ઠ અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફ્લાઈંગ ઓફિસરે આરોપી અધિકારી વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ દાખલ કર્યો છે. આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સેના અધિકારીએ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

વિંગ કમાન્ડર પર આરોપ, બંને શ્રીનગરમાં તૈનાત

એરફોર્સની એક મહિલા ફ્લાઈંગ ઓફિસરે જમ્મુ-કાશ્મીરના બડગામ પોલીસ સ્ટેશનમાં વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવીને FIR નોંધાવી છે. બંને અધિકારીઓ શ્રીનગરમાં જ તૈનાત છે. IAF અધિકારીઓએ કહ્યું છે કે અમે આ બાબતથી વાકેફ છીએ. આ મામલે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. અમે તપાસમાં પોલીસને સંપૂર્ણ મદદ કરી રહ્યા છીએ.

બે વર્ષથી ઉત્પીડનનો આરોપ

ફ્લાઈંગ ઓફિસરે જણાવ્યું કે વિંગ કમાન્ડર બે વર્ષથી તેનું યૌન ઉત્પીડન કરી રહ્યો છે. તે માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરીને કંટાળી ગઈ છે. 31 ડિસેમ્બર 2023 ના રોજ, ઓફિસર્સ મેસમાં નવા વર્ષની પાર્ટીમાં, વિંગ કમાન્ડરે મને પૂછ્યું કે શું તમને ભેટ મળી છે. જ્યારે મેં ના કહ્યું, ત્યારે અધિકારી કહ્યું કે તે મારા રૂમમાં છે, હું તમને આપીશ.

ઓરલ સેક્સ કરવાની ફરજ પડી

ફ્લાઈંગ ઓફિસરનો આરોપ છે કે જ્યારે તે રૂમમાં પ્રવેશી ત્યારે સિનિયર ઓફિસરે તેને ઓરલ સેક્સ કરવા દબાણ કર્યું અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું. મેં વારંવાર તેને આમ કરતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં અને બાદમાં મેં તેને કોઈક રીતે ધક્કો મારીને ત્યાંથી ભાગી નીકળી. 

કર્નલ રેન્કના અધિકારી તપાસ કરશે

એરફોર્સના જણાવ્યા અનુસાર કેસની તપાસ કર્નલ રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. આરોપ છે કે જાન્યુઆરી 2024માં વિંગ કમાન્ડરને તેમનું નિવેદન લેવા માટે તેમની સાથે બે વાર બેસાડવામાં આવ્યા હતા. તેમણે સત્તાધીશો સમક્ષ વાંધો પણ નોંધાવ્યો હતો પરંતુ વહીવટીતંત્રની ભૂલો છુપાવવા માટે કેસની તપાસ અટકાવી દેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો