મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સાઇલન્ટ છે જનતા, મને લાગે છે આ વખતે કેન્દ્રમાં બદલાવ જરૂર થશે'- માયાવતી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. 6 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશન

'સાઇલન્ટ છે જનતા, મને લાગે છે આ વખતે કેન્દ્રમાં બદલાવ જરૂર થશે'- માયાવતી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. 6 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠક પર મતદાન થઇ રહ્યું છે જેમાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પણ સામેલ છે.માયાવતીએ આ દરમિયાન કહ્યું કે, આ વખતે કેન્દ્રમાં જરૂર બદલાવ થશે.

માયાવતીએ શું કહ્યું?

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું, 'મને તો લાગી રહ્યું છે કે આ વખતે જરૂર બદલાવ થશે. હું આ અનુભવ કરી રહી છું કે જે સાઇલન્સી છે, જે જનતા વધુ ખુલીને કઇ બોલતી નથી તે આ બધુ જોઇ રહી છે કે શું થઇ રહ્યું છે...'

માયાવતીએ મતદાનની કરી હતી અપીલ

આ પહેલા માયાવતીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. માયાવતીએ કહ્યું, "હું તમામને અપીલ કરુ છું કે તે બહાર આવે અને પોતાનો મત નાખે.હું તમામ રાજકીય પક્ષોને વિકાસ અને લોકોના કલ્યાણના મુદ્દાને પ્રાથમિકતા આપવાનો અનુરોધ કરૂ છું. પહેલા જનમુદ્દા પર ચૂંટણી થતી હતી અને આ વખતે આરોપ-પ્રત્યારોપ વધારે લગાવવામાં આવી રહ્યાં છે..મારી તમામ પાર્ટીઓને અપીલ છે કે તે જનહિત અને દેશના મુદ્દાને આગળ રાખે."

આ સમાચાર શેર કરો