મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હું પીએમની જેમ ભગવાન નથી, ધર્મસંકટમાં ફસાઈ ગયો છું': રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મતદાતાઓનો આભાર માન્યો હતો. કેરળમાં મતદાતાઓનો આભાર માનવા

'હું પીએમની જેમ ભગવાન નથી, ધર્મસંકટમાં ફસાઈ ગયો છું': રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મતદાતાઓનો આભાર માન્યો હતો. કેરળમાં મતદાતાઓનો આભાર માનવા પહોંચેલા રાહુલ ગાંધીએ બુધવારે સભામાં કહ્યું કે, હું ધર્મસંકટમાં ફસાઈ ગયો છું કે, સાંસદ તરીકે રાયબરેલી પસંદ કરું કે વાયનાડ!. લોકોએ વાયનાડ પસંદ કરવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને બંને જગ્યાએ લોકોએ અદભૂત પ્રેમ આપ્યો છે. મારા નિર્ણયથી વાયનાડ અને રાયબરેલી બંનેના લોકો ખુશ રહેશે. હું ફરીથી તમને મળવા આવીશ. આ સાથે પીએમ મોદીને ટોણો મારતા કહ્યું કે, હું પીએમની જેમ ભગવાન નથી, સામાન્ય માણસ છું. 

કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "હું દ્વિધામાં છું કે મારે વાયનાડમાં રહેવું જોઈએ કે રાયબરેલી. હું આશા રાખું છું કે વાયનાડ અને રાયબરેલીના લોકો હું જે પણ નિર્ણય લઉં. તેઓ મારા નિર્ણયથી ખુશ થશે.'' તેમણે વાયનાડના લોકો સહિત કેરળના તમામ લોકોનો આભાર માન્યો હતો. અને કહ્યું કે નફરતને પ્રેમથી અને અહંકારને વિનમ્રતાએ પરાજય કરી દીધા છે.

રાહુલ ગાંધીને ગત લોકસભામાં જ્યારે અમેઠીએ જાકારો આપ્યો ત્યારે વાયનાડના લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. આ વખતે રાહુલ ગાંધી વાયનાડ અને ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી બેઠક પર ચૂંટણી લડ્યા હતા. રાહુલ જ્યાં રાજીનામું આપશે ત્યાં પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસ ફરી આ સીટ પોતાના નામે કરવા મજબૂત ઉમેદવાર ઉતારશે. 

જણાવી દઈએ કે, આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ એમ બંને બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીએ યુપીની રાયબરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,90,030 મતે હરાવ્યા હતા. તો વાયનાડમાં CPI(M)ના એની રાજાને હરાવ્યા છે.

આ સમાચાર શેર કરો