મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજકારણમાં રહેવા હું પીએમ મોદીની સાથે જઈ રહ્યો છું, ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાની કરી પુષ્ટિ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે પોતે આ વાત

VIDEO: રાજકારણમાં રહેવા હું પીએમ મોદીની સાથે જઈ રહ્યો છું, ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાની કરી પુષ્ટિ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. ચંપાઈ સોરેને કહ્યું, 'આ મારો નવો અધ્યાય છે,પહેલા મેં નિવૃત્તિ લેવાનું વિચાર્યું, પછી લોકોની માંગ પર મેં રાજકારણમાં રહેવાનું નક્કી કર્યું. મંથન પછી વિચાર્યું કે, મારે નવી પાર્ટી બનાવ્યા કરતાં પીએમ મોદી સાથે જવું જોઈએ. હું ભાજપમાં જોડાવાનો છું'

આ પહેલા સોમવારે ચંપાઈ સોરેને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ મીટિંગનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રતિષ્ઠિત આદિવાસી નેતા ચંપા સોરેનજીની માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહજી સાથે થોડા સમય પહેલા મુલાકાત થઈ હતી. તેઓ 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થશે. છેલ્લા કેટલાક દિવસોથી અટકળો લાગી રહી હતી કે તે ભાજપમાં સામેલ થશે તેના પર અંતિમ મોહર લાગી ગઇ છે. ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે. ચંપાઇ સોરેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ચંપાઇ સોરેનને Z પ્લસ સુરક્ષા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 29 ઓગસ્ટે કેબિનેટની બેઠક બોલાવી છે. કહેવામાં આવે છે કે 28 ઓગસ્ટે તે ચાઇબાસામાં મુખ્યમંત્રી મંઇયા યોજનાની લાભાર્થી મહિલાઓને સમ્માન રાશી આપશે. આ દિવસે ચંપાઇ સોરેન JMMના સભ્ય પદ અને હેમંત સોરેનના મંત્રી મંડળમાંથી રાજીનામું આપશે. અમિત શાહ સાથે મુલાકાત બાદ ચંપાઇ સોરેનને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને નવુ સુરક્ષા કવચ આપવામાં આવશે. 

ચંપાઇ સોરેનથી ભાજપને થશે ફાયદો

ભાજપ આવતા વર્ષે ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોઇ કસર છોડવા માંગતુ નથી. ભાજપની નજર આદિવાસી મતદારો પર છે. પાર્ટીના ચૂંટણી સુપરવાઇઝર અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની પણ નજર પાર્ટીમાં ખુણા પર ધકેલી દેવાયેલા આદિવાસી નેતાઓ પર છે. તે તમામ આદિવાસી નેતાઓને મળી રહ્યાં છે.

JMMના સંસ્થાપક સભ્યમાંથી એક હતા ચંપાઇ સોરેન

30 ઓગસ્ટ બાદ ચંપાઇ સોરેનનો ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) સાથે આશરે પાંચ દાયકા જૂનો સંબંધ તૂટી જશે. ચંપાઇ સોરેન 10માં ધોરણના અભ્યાસ દરમિયાન શિબુ સોરેનના અલગ ઝારખંડ રાજ્ય આંદોલન સાથે જોડાઇ ગયા હતા. ચંપાઇ સોરેન પાંચ દાયકા સુધી JMM પ્રમુખ શિબુ સોરેન અને હેમંત સોરેનના ખાસ રહ્યાં છે. ચંપાઇ સોરેન JMM સંસ્થાપકના સભ્યમાંથી એક છે. ચંપાઇ સોરેન વર્ષ 1991માં પ્રથમ વખત બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં સરાયકેલાથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો