'મને ફસાવવામાં આવી રહ્યો છે, રેપ- હત્યામાં એક IPS સામેલ', આરજીકર કેસના આરોપીનો મોટો દાવો
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યા છે. મળતા અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું કે, આ કેસમાં સજા સોમવારે (20 જાન્યુઆરી, 2025) ના રોજ સંભળાવવામાં આવશે.
આ પણ વાંચોઃ કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં ચુકાદો; આરોપી સંજય રોય દોષિત જાહેર, 20 જાન્યુઆરીએ સજાનું એલાન
આ કેસની સુનાવણી દરમિયાન સંજય રોયે જજને કહ્યું કે, તે નિર્દોષ છે. મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આવું કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. આમાં એક IPS અધિકારી સંડોવાયેલા છે. સંજય રોયે કહ્યું કે,હું હંમેશા મારા ગળામાં રુદ્રાક્ષની માળા પહેરું છું. જો મેં કોઈ ગુનો કર્યો હોત અને કોઈ ઝપાઝપી થઈ હોત તો મારી માળા ઘટનાસ્થળે જ તૂટી ગઈ હોત. હું આ ગુનો કરી શકતો નથી.
કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ BNS કલમ 64,66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ એવી છે કે, તે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગયો હતો અને સેમિનાર રૂમમાં જઈને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડોક્ટર પર હુમલો કરીને તેની હત્યા કરી હતી.
સુકાંત મજુમદારે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું
હવે આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે સિયાલદાહ કોર્ટના નિર્ણય પર કહ્યું, "તપાસ ઉપલબ્ધ પુરાવા પર આધાર રાખે છે. મળેલા પુરાવાના આધારે સંજય રોયને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 5 દિવસ સુધી કોલકાતા પોલીસે આ કેસની તપાસ કરી હતી. જે સવાલો પીડિત પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યા તે વાજબી છે... મને લાગે છે કે પીડિતાને કંઈક ખબર હતી. જો તે આમે આવી જાત તો મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મુશ્કેલી ઊભી થઈ શકત. અમે આ બાબતે અને સલાઈન કેસ પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ. 20મી તારીખે અમે શાસ્ત્રી ભવનની સામે અમારું આંદોલન કરીશું.
સીપીએમ નેતા બ્રિન્દા કરાતે કહ્યું, "આખી દુનિયા જાણે છે કે સંજય રોય દોષિત છે, પરંતુ સંજય રોય પાછળ કોણ શક્તિઓ છે? દોષી સરકાર છે, પ્રિન્સિપાલ છે, અને સમગ્ર વહીવટી તંત્ર છે. જેના કારણે આવી ઘટના બની છે.
ટીએમસીએ રાજ્ય પોલીસની પ્રશંસા કરી
ટીએમસી નેતા કુણાલ ઘોષે કોર્ટના નિર્ણય પર બંગાળ પોલીસની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "આરજીકર મામલે કોલકાતા પોલીસે 24 કલાકની અંદર સંજય રોયની ધરપકડ કરી. આ સાબિત કરે છે કે કોલકાતા પોલીસે કરેલી કાર્યવાહી સાચી હતી. જે લોકોએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી તેઓ આજે કહી રહ્યા છે કે તેઓ આ કેસની તપાસથી સંતુષ્ટ નથી.








