Video: વાવાઝોડાની ઘાત

બંગાળની ખાડીમાં સર્જાયેલા અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા 'અર્ણબ'ની અસર ઓડિશાના બાલાસોર સહિતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે, જ્યાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડાના પ્રભાવને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








