મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઘાટીમાં 19 બેઠક પર ચૂંટણી લડીને ભાજપ જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે બનાવશે સરકાર? 

જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઇને ભાજપની રણનીતિ આ વખતે પણ

ઘાટીમાં 19 બેઠક પર ચૂંટણી લડીને ભાજપ જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે બનાવશે સરકાર? 

જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઇને ભાજપની રણનીતિ આ વખતે પણ દરેકને ચોકાવી રહી છે. જે પાર્ટી પહેલા દાવો કરતી હતી કે તે જમ્મુ કાશ્મીરની તમામ 90 બેઠકો પર ઉમેદવાર ઉતારવાની છે. આ વાતને લઇને ગૃહમંત્રી અમિત શાહે પણ પાર્ટી કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં પણ ઉમેદવાર ઉતારવામાં આવશે. ભાજપ કાર્યકર્તાઓને જણાવી દેવામાં આવ્યું છે કે પાર્ટી ઘાટીમાં ઉમેદવાર ઉતારવાની નથી.

ભાજપ કાશ્મીરને લઇને કૉન્ફિડન્ટ કેમ નથી?

કાશ્મીર ઘાટીમાં વિધાનસભાની 47 બેઠક છે અને ભાજપે માત્ર 19 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આઠ બેઠક દક્ષિણ કાશ્મીરની છે, 6 સેન્ટ્રલ કાશ્મીર અને પાંચ બેઠક ઉત્તર કાશ્મીરની છે. પાર્ટીનું એવું માનવું છે કે કાશ્મીરમાં આ વખતે પણ તેમનું પ્રદર્શન વધારે સારૂ રહેવાનું નથી, તે પોતાના દમ પર ઘાટીમાં વધુ બેઠક જીતી શકે તેમ નથી. આ કારણે ભાજપની રણનીતિ અપક્ષ ઉમેદવારો પર દાંવ લગાવવાની છે.

ભાજપની કાશ્મીરમાં નવી રણનીતિ

અનંતનાગના ભાજપના ઉમેદવાર રાફિક વાણીએ ખુલીને કહ્યું છે કે એન્જિનિયર રાશિદ, સજ્જાદ લોન હોય કે પછી અલ્તાફ બુખારી હોય તે તમામ પોતાના છે. કેટલાક અપક્ષ ઉમેદવાર પણ પાર્ટી માટે ફાયદો પહોંચાડવાનું કામ કરવાના છે. ભાજપની રણનીતિ છે કે તે જમ્મુની તમામ 35 બેઠક પર જીત મેળવશે. ઘાટીમાં પોતાની સાથી પાર્ટી અને અપક્ષો પર વિશ્વાસ કરશે.

કાશ્મીરના નેતા નારાજ

 કાશ્મીર ઘાટીમાં ભાજપના ચૂંટણી ના લડવાથી કેટલાક કાર્યકર્તા નારાજ થઇ ગયા છે. આવા જ એક નારાજ નેતાએ કહ્યું કે, અમે નારાજ છીએ, અમે પોતાના જીવનના કેટલાક વર્ષ ભાજપને આપ્યા છે જ્યારે કોઇ તેમની સાથે ઘાટીમાં ઉભુ નહતું. જ્યારે અમને ઇનામ આપવાની વાત આવી તો પાર્ટીએ અમારી પર વિશ્વાસ ના કર્યો. 

ઉમર અબ્દુલ્લાને લાગ્યો ડર

જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સંભાવના વ્યક્ત કરી છે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપી સરકાર બની શકે છે.

ઉમર અબ્દુલ્લાને ડર છે કે જો કાશ્મીર ઘાટીમાં વોટ વધારે વહેંચાઇ જાય છે તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. ઉમર અબ્દુલ્લાને જ્યારે પૂછવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બની શકે છે તો આ સવાલના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કાશ્મીરમાં વોટ વહેંચાશે તો ભાજપ સત્તા પર આવી શકે છે.

મહેબુબા મુફ્તીને પણ લાગ્યો ડર

ભાજપની જમ્મુ કાશ્મીરમાં નવી રણનીતિથી સ્થાનિક પક્ષોને ડર લાગવા લાગ્યો છે. મહેબુબા મુફ્તીએ પણ કહ્યું કે એન્જિનિયર રાશિદ જેવા નેતા કાશ્મીર ઘાટીમાં ભાજપના પ્રૉક્સી બનવાનું કામ કરી રહ્યાં છે, તે પાર્ટીની બી ટીમની ભૂમિકા નીભાવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો