મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સજા પૂર્ણ થવામાં હવે કેટલા દિવસ બાકી..' 23 વર્ષથી જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સલેમે કોર્ટમાં અરજી કરી માંગ્યો જવાબ

જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સલેમે મુંબઇની કોર્ટમાં અરજી દાખલ કરી જેલન

'સજા પૂર્ણ થવામાં હવે કેટલા દિવસ બાકી..' 23 વર્ષથી જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સલેમે કોર્ટમાં અરજી કરી માંગ્યો જવાબ

જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સલેમે મુંબઇની કોર્ટમાં અરજી દાખલ કરી જેલની સજા પુરી થવામાં કેટલા દિવસ બાકી છે તેની યોગ્ય તારીખ જણાવવાની માંગ કરી છે. અબુ સલેમને 2005માં પોર્ટુગલથી સમર્પણ કરાર કરીને ભારત લાવવામાં આવ્યો હતો. અબુ સલેમને 1993 મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવી 2017માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. પોર્ટુગલ સરકાર પાસે પ્રત્યર્પણ અરજી સમયે ભારત સરકારે કહ્યું હતું કે, અબુ સલેમને 25 વર્ષથી વધુ જેલમાં રાખવામાં નહીં આવે.

23 વર્ષથી જેલમાં બંધ છે અબુ સલેમ

જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સલેમે મુંબઇની વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરી જેલની સજા પૂર્ણ થયા બાદ છોડવાની તારીખ બતાવવાની માંગ કરી છે. અબુ સલેમને 2005માં પોર્ટુગલમાં સમર્પણ કરાર કરીને ભારત લાવવામાં આવ્યો હતો. 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં ભૂમિકા માટે અબુ સલેમને દોષી ઠેરવીને 2017માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અબુ સલેમે દાવો કર્યો કે તે 23 વર્ષ અને સાત મહિના જેલમાં વિતાવી ચુક્યો છે. પોર્ટુગલમાં તેના સમર્પણ દરમિયાન ત્યાની સરકારને ભારતે આશ્વાસન આપ્યું હતું કે તેને 25 વર્ષથી વધુ જેલમાં રાખવામાં નહીં આવે. મહત્ત્વપૂર્મ છે કે ગેન્ગસ્ટર અબુ સલેમે ગત અઠવાડિયે વિશેષ ટાડા કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં કહ્યું કે 20 જુલાઇએ તેને નાસિક જેલ અધીક્ષકને પત્ર લખીને જેલમાં બાકી બચેલા દિવસોની જાણકારી માંગી હતી.


અબુ સલેમ મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો દોષી

વર્ષ 1993માં મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના માટે કોર્ટે 16 જૂન 2007માં 6 લોકો (તાહિર મર્ચન્ટ, ફિરોઝ અબ્દુલ રાશિદ ખાન, કરીમુલ્લાહ, અબુ સલેમ, રિયાઝ સિદ્દીકી અને મુસ્તફા દોસા)ને દોષી ઠેરવવામાં આવ્યો હતો. અબુ સલેમના કેસમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે થયેલી સમજૂતિ અને પ્રત્યર્પણ સંધિ હેઠળ અબુ સલેમને મોતની સજા અથવા 25 વર્ષથી વધુની સજા નહીં આપવામાં આવે.

આ સમાચાર શેર કરો