મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મસ્જિદમાં જય શ્રી રામનો નારો લગાવવો ગુનો કેવી રીતે બને? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા અરજી કરનારને પૂછ્યું કે 'જય શ્રી રામ'નો નારો લગાવવો ગુનો કેવ

મસ્જિદમાં જય શ્રી રામનો નારો લગાવવો ગુનો કેવી રીતે બને? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા અરજી કરનારને પૂછ્યું કે 'જય શ્રી રામ'નો નારો લગાવવો ગુનો કેવી રીતે છે. સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક હાઇકોર્ટના તે આદેશને પડકાર આપતા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં મસ્જિદની અંદર 'જય શ્રી રામ'ના નારા લગાવવાના આરોપમાં બે લોકો વિરૂદ્ધ કાર્યવાહી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મસ્જિદમાં 'જય શ્રી રામ'ના નારાને લઇને નોંધવામાં આવેલ કેસ રદ કરવા વિરૂદ્ધની અરજી પર નોટિસ ફટકારવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે અરજી કરનારને કહ્યું કે તે અરજીની કોપી કર્ણાટક સરકારને સોપે. રાજ્ય સરકાર પાસેથી જાણકારી મેળવ્યા બાદ તે જાન્યુઆરીમાં સુનાવણી કરશે.

ફરિયાદ કરનાર હૈદર અલી સીએમ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પંકજ મિથલ અને સંદીપ મહેતાની પીઠે પૂછ્યું, 'તે એક ખાસ ધાર્મિક નારો અથવા નામ બુમો પાડી રહ્યાં હતા. આ કેવો ગુનો છે?' સુપ્રીમ કોર્ટે ફરિયાદ કરનારને એમ પણ પૂછ્યું કે કથિત રીતે મસ્જિદની અંદર નારો લગાવનારા લોકોની ઓળખ કેવી રીતે કરવામાં આવી.

બે લોકો વિરૂદ્ધ નોંધાયો હતો કેસ

13 સપ્ટેમ્બરે હાઇકોર્ટે મસ્જિદમાં 'જય શ્રી રામ'નો નારો લગાવનારા 2 લોકો કિર્તન કુમાર અને સચિન કુમાર વિરૂદ્ધ ગુનાહિત કાર્યવાહી રદ કરવામાં આવી હતી. બન્ને વિરૂદ્ધ IPCની 447,295 A અને 506 જેવી કલમ હેઠળ ગેરકાયદે પ્રવેશ, ધર્મસ્થળ પર ભડકાઉ હરકત અને ધમકી આપવાનો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો: કુરાનનું કર્યું હતું અપમાન, ફરી એકવાર AAPએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, વિપક્ષને મળ્યો મુદ્દો

હાઇકોર્ટે જસ્ટિસ નાગપ્રસન્નાની બેન્ચે કહ્યું હતું કે વિસ્તારમાં લોકો સાંપ્રદાયિક સૌહાર્દની સાથે રહે છે.2 લોકોના કેટલાક નારા લગાવવાના બીજા ધર્મનું અપમાન કહી ના શકાય. આ આધાર પર હાઇકોર્ટે ફરિયાદ રદ કરી દીધી હતી.

આ સમાચાર શેર કરો