ભયાનક માર્ગ અકસ્માત! ટ્રક કન્ટેનર વોલ્વો કાર પર પડતા બની ગઈ રોટલો, 6 લોકોના મોત

બેંગલુરુમાં NH-48 પર નેલમંગલા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક કન્ટેનર ટ્રક સીધી વોલ્વો કાર પર પડી હતી. જેના કારણે 6 લોકોના કરૂણ મોત થયા હતા. કારમાં સવાર લોકો રજાઓ મનાવવા માટે વિજયપુરા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના તાલેકેરે પાસે બની હતી. એક અનિયંત્રિત કન્ટેનર ટ્રક સીધી કાર પર પડી હતી. જેના કારણે કોઈને બચવાનો સમય ન મળ્યો. આ ટ્રકે એક બાઇકને પણ ટક્કર મારી હતી. ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી. આ ઘટના બાદ લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.


