મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મોદી કેબિનેટનો ઐતિહાસિક ફેંસલો! ₹11,156 કરોડના મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી, દેશમાં ખુલશે લાખો નવી તકો!

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે બે મહત્વકાંક્ષી યોજનાઓને ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને સંબોધતા જાહેરાત કરી હતી કે દેશમાં શિપિંગ કન્ટેનર્સ અને સ્પોર્ટ્સ ગુડ્સ (રમતના સાધનો)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે કુલ ₹11,156 કરોડની ફાળવણી કરી છે.

કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સ્કીમ (બજેટ: ₹10,000 કરોડ)

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આવનારા વર્ષોમાં ભારત કન્ટેનર ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનીને ઊભરે તેવા હેતુથી વડાપ્રધાને કેબિનેટમાં 'કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સ્કીમ'ને મંજૂરી આપી છે. આ યોજના આગામી ૧૩ વર્ષ માટે અમલી રહેશે. તેનું કુલ બજેટ આઉટલે ₹૧૦,૦૦૦ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. યોજનાના ચાર મુખ્ય સ્તંભો છે: મૂડી રોકાણ (Capital Investment) પર ૩% વ્યાજ સબવેન્શન (સબસિડી). ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે વિશેષ નાણાકીય સહાય. જમીન લીઝ પર મેળવવા માટે સહાય. ઓપરેશનલ ખર્ચ (Operational Expenditure) માટે આર્થિક ટેકો.

સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (બજેટ: ₹1,156 કરોડ)

'ખેલો ઇન્ડિયા' અભિયાન અંતર્ગત દેશમાં રમતના સાધનોના નિર્માણને વેગ આપવા માટે ₹૧,૧૫૬ કરોડની વિશેષ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૩-૩૪ સુધી કાર્યરત રહેશે. હાલ દેશમાં રમતના સાધનો બનાવવા માટે મેરઠ (ઉત્તર પ્રદેશ), જલંધર-લુધિયાણા (પંજાબ) અને જમ્મુ (જમ્મુ અને કાશ્મીર) મુખ્ય કેન્દ્રો છે, જ્યાં મોટાભાગનું કામ MSME સેક્ટર દ્વારા થાય છે. આ યોજના હેઠળ નાના ઉદ્યોગોને તેમનું ઉત્પાદન વધારવા (Scale-up), ટેક્નોલોજી અપગ્રેડ કરવા, શ્રેષ્ઠ કાચો માલ વાપરવા અને સર્ટિફિકેશન સરળ બનાવવામાં મદદ કરાશે. સર્ટિફિકેશન પ્રક્રિયા સરળ બનવાથી ભારતીય સ્પોર્ટ્સ નિર્માતાઓ માટે વૈશ્વિક બજારો, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને ગ્લોબલ ટીમો સુધી સામાનની નિકાસ કરવાના દ્વાર ખૂલશે. આ યોજના બે પિલર પર કામ કરશે: પ્રથમ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ્સ) અને બીજું સમગ્ર સપ્લાય-ચેઇન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવું.

આ સમાચાર શેર કરો