Video: પશ્ચિમ બંગાળમાં હિન્દુ હુંકાર રેલી

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ હુંકાર રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી હતી. પદયાત્રા દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત