મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હિમાચલ પ્રદેશ/ ED ઓફિસ પર CBIનો દરોડો, ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર અને ભાઈની ધરપકડ

CBIની ટીમે હિમાચલ પ્રદેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પર

હિમાચલ પ્રદેશ/ ED ઓફિસ પર CBIનો દરોડો, ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર અને ભાઈની ધરપકડ

CBIની ટીમે હિમાચલ પ્રદેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પર દરોડા પાડ્યા છે.  CBIની ટીમ ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટરને શોધી રહી હતી, જે ઈડી ઓફિસમાં મળ્યો ન હતો, તેથી CBIએ તેમના શિમલા સ્થિત નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. અહીં તેના ભાઈની CBI ટીમે ધરપકડ કરી હતી અને તેને પોતાની સાથે ચંદીગઢ લઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ED અધિકારીએ મની લોન્ડરિંગ કેસમાં સામેલ બે લોકો પાસેથી કરોડો રૂપિયાની લાંચ માંગી હતી. આ દરમિયાન બંનેએ CBIને માહિતી આપી અને ત્યારબાદ CBIની ટીમ શિમલા પહોંચી. અહીં પોલીસે ડેપ્યુટી ડાયરેક્ટરના ભાઈ વિકાસ દીપની ધરપકડ કરી હતી અને તેને ચંદીગઢની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. CBIની ટીમ ડેપ્યુટી ડાયરેક્ટરને પકડવા માંગતી હતી, પરંતુ તે પહેલા જ ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ, ધરપકડ કરાયેલ આરોપી વિકાસદીપ દિલ્હીની એક બેંકમાં ઉચ્ચ હોદ્દા પર તૈનાત છે. બીજી તરફ સીબીઆઈની ટીમે શિમલામાં આવેલી ઈડી ઓફિસમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. હિમાચલના બે લોકો વિરુદ્ધ EDમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં પહેલીવાર એવું બન્યું છે કે સીબીઆઈની ટીમે ઈડીના અધિકારી પર દરોડા પાડ્યા હોય.

લાંચ લેવાના આરોપમાં ધરપકડ

તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી EDનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેન્કનો અધિકારી છે અને ફરાર છે, જ્યારે તેના ભાઈની સીબીઆઈ દ્વારા એક વ્યક્તિ પાસેથી લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ એક વ્યક્તિ દ્વારા નોંધાવેલી ફરિયાદ પર કાર્યવાહી કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જો તે લાંચ નહીં આપે તો આરોપી અધિકારી તેને ધરપકડ કરવાની ધમકી આપી રહ્યો હતો.

શિમલા શાખામાંથી ત્રણ ઈડી અધિકારીઓની બદલી

સીબીઆઈના દરોડા પછી, ઈડીએ તેની શિમલા શાખામાંથી ત્રણ અધિકારીઓની બદલી કરી છે, જેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે, જેઓ હજુ પણ ફરાર છે. ફરાર ED અધિકારીને શોધવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો