મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'રાજ્યમાં તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલ બંધ થાય તો સારું...', આરજી કરમાં તોડફોડ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડ પર કોલકાતા હાઈકોર્ટે કડક ટ

'રાજ્યમાં તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલ બંધ થાય તો સારું...', આરજી કરમાં તોડફોડ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડ પર કોલકાતા હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, આ ઘટના રાજ્યમાં તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાનો પુરાવો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે, હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. આ દરમિયાન કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે, પોલીસ ફોર્સ ત્યાં હાજર છે. તેના પર ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતા નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?

મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને પૂછ્યું કે, આ ઘટના પછી તમે શું પગલાં લઈ રહ્યા છો? અગમચેતી તરીકે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે, સીબીઆઈ તપાસ માટે બપોરે 3 વાગ્યે સૂચના આપવામાં આવી હતી.

14 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં તોડફોડના કેસની વિચારણા કરતી વખતે, હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, અમે હોસ્પિટલમાં તોડફોડ પછી મળેલા ઈમેલને કારણે જ કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. વાસ્તવમાં, હાઈકોર્ટે આ ટિપ્પણી આરજી કર હોસ્પિટલમાં તોડફોડ અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અંગે તપાસ અને કાર્યવાહી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.

આ સમાચાર શેર કરો