ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત આ રાજ્યોમાં હાઈએલર્ટ, દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સરકાર સતર્ક

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. આ સાથે દેશના 6 જેટલા રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે.
જાણો કયા રાજ્યો છે હાઇએલર્ટ પર
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હાઇઍલર્ટ જાહેર કરાયું છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઇ રહી છે.
દિલ્હી પોલીસ કમિશનરનું નિવેદન
દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે, આજે સાંજે લગભગ 6:52 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એક વાહનની અંદર થયો હતો. NIA ટીમ આવી ગઈ છે. તપાસ ચાલી રહી છે. કેટલાક લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલ થયા છે. તપાસ ચાલુ છે.
ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ
દિલ્હી વિસ્ફોટ બાદ, ભારત-નેપાળ સરહદ પર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર પોલીસ એલર્ટ મોડમાં છે. સુરક્ષા કર્મચારીઓ સરહદ પર ફૂટપાથ પર કડક નજર રાખી રહ્યા છે. 84 કિલોમીટર ખુલ્લી સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે.

