મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા રાજધાનીમાં 'હાઈ એલર્ટ', આવી રહેશે સુરક્ષા વ્યવસ્થા

દિલ્હીમાં મોદી 3.0 સરકારના શપથ ગ્રહણની તૈયારીઓનો ધમધમાટ છે. રવિવારે એનડીએ ઘટક દળના વડા નરેન

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા રાજધાનીમાં 'હાઈ એલર્ટ', આવી રહેશે સુરક્ષા વ્યવસ્થા

દિલ્હીમાં મોદી 3.0 સરકારના શપથ ગ્રહણની તૈયારીઓનો ધમધમાટ છે. રવિવારે એનડીએ ઘટક દળના વડા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ડ્રોન અને પેરાગ્લાઈડિંગ પર પ્રતિબંધ મુકવા સાથે દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 9 અને 10 જૂને દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવશે. 

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને 9 જૂનના સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. રવિવારે સાંજે સવા સાત કલાકે મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. પીએમ મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રીસ્તરીય સિક્યોરિટી રહેશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી 'હાઈ એલર્ટ' પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે.  

આવતી કાલે પીએમ મોદીના શપથ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે. જેને પગલે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં સખત વધારો કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે. આ ઉપરાંત અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. દિલ્હીની મુખ્ય હોટેલો જેવી કે, લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય જેવી હોટેલોને પહેલાથી જ સુરક્ષા કવચ હેઠળ આવરી લીધી છે.
 
ભારતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નેપાળના પીએમ દહલ રવિવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે.

આ સમાચાર શેર કરો