VIDEO: મુંબઈના હાઈવે પર મુસળધાર વરસાદને કારણે ભારે ટ્રાફિકજામ
સોર્સ : gstv
મુંબઈના વિવિધ વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈની જીવાદોરી સમાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. સાંતાક્રુઝ, બાંદ્રા અને અંધેરી આસપાસના હાઈવે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સવારના પીક અવર્સ દરમિયાન કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વિઝ્યુઅલ્સમાં વાહનચાલકો ક્રોલિંગ ટ્રાફિક અને ઓછી વિઝિબિલિટી વચ્ચે હેડલાઈટો ચાલુ રાખીને ધીમે-ધીમે આગળ વધતા જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી આગામી દિવસોમાં હજુ પણ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

