Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains with lightning strikes in Mumbai

VIDEO: . મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. મુંબઈના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. ભારે વરસાદને કારણે વડાલા આરટીઓ અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારની ગતિ ધીમી પડી ગઈ છે અને ઓફિસ તેમજ કામધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsrain