મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં ભારે વરસાદ: દાદરના હિન્દુ કોલોની વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ભરાયા પાણી; રહીશો અને વિદ્યાર્થીઓ પરેશાન.

મુંબઈમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠ

મુંબઈમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર પાણી ભરાવાની જૂની સમસ્યા ફરી સામે આવી છે. ખાસ કરીને દાદરના હિન્દુ કોલોની વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ જળબંબાકારની સ્થિતિને કારણે સ્થાનિક રહીશો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.પાલિકાના દાવાઓ છતાં અહીં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જસની તસ રહે છે. સ્થાનિક લોકોની માગ છે કે સરકારે હિંદમાતા અને બાબા વિસ્તારની જેમ અહીં પણ ભૂગર્ભ વોટર ટેન્ક જેવી આધુનિક સિસ્ટમ ઊભી કરવી જોઈએ. આ વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો