મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત: સાંતાક્રુઝ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ
સોર્સ : gstv
મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે માયાનગરીમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને સાંતાક્રુઝ ઈસ્ટ નજીક આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં વાહનોની લાંબી કતારો અને ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. સતત પડી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી ઓછી વિઝિબિલિટીને લીધે હાઈવે પર વાહનો અત્યંત ધીમી ગતિએ સરકી રહ્યા છે, જેના કારણે ઓફિસ જતા નોકરિયાતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા કડક અપીલ કરવામાં આવી છે.

