Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains disrupted daily life in Kolkata

VIDEO: કોલકાતામાં ભારે વરસાદથી રોજિંદુ જીવન ખોરવાઈ ગયું

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં મોનસૂન સક્રિય થતાં મુસળધાર વરસાદ શરૂ થયો છે. સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને વ્યસ્ત માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ વરસાદથી લાંબા સમયથી પ્રવર્તતા અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને મોટી રાહત પણ મળી છે.  વિઝ્યુઅલ્સમાં કોલકાતાના પ્રખ્યાત હાવડા બ્રિજ, એસ્પ્લેનેડ અને સેન્ટ્રલ એવન્યુ જેવા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકો છત્રી અને રેઈનકોટના સહારે રસ્તાઓ પરથી પસાર થતા નજરે પડે છે, જ્યારે પરંપરાગત પીળી ટેક્સીઓ અને વાહનો હેડલાઈટ્સ ચાલુ રાખીને ધીમી ગતિએ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી કોલકાતા અને દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

App Store