મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં ભારે વરસાદ: અનેક વિસ્તારોમાં જળબંબાકાર

મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે

તસવીર: gstv

મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મુંબઈગરાની મુશ્કેલીમાં વધારો થયો છે. હિંદમાતા, સાયન, અંધેરી અને દાદર જેવા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પર ગંભીર અસર જોવા મળી છે. ભારે પાણી ભરાવાને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ છે, જેને કારણે હજારો મુસાફરો અટવાયા છે. પાલિકા તંત્ર દ્વારા પંપ દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. નાગરિકોને અત્યંત જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો