VIDEO: ડોડામાં વાદળ ફાટતાં ભારે તબાહી
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ઠાઠરી વિસ્તારમાં વાદળ ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે, જેને પગલે પહાડ પરથી આવેલા કાદવ અને પથ્થરોના ધસમસતા પ્રવાહે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપત્તિમાં અનેક મકાનો અને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સામે આવેલા દ્રશ્યોમાં રહેણાંક વિસ્તારોમાં કાટમાળ ફરી વળેલો અને ગાડીઓ દટાયેલી જોઈ શકાય છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તેમજ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લોકોએ વહીવટી તંત્ર પાસે વળતરની માંગ કરી છે.

