Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy destruction due to cloud bursting in Thathari area of ​​Doda

VIDEO: ડોડાના ઠાઠરી વિસ્તારમાં વાદળ ફાટતા ભારે તબાહી

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ઠાઠરી વિસ્તારમાં આજે વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહી સર્જાઈ છે. અચાનક થયેલા મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાને પરિણામે આવેલા પૂરના પાણી અને કાટમાળમાં અનેક મકાનો અને વાહનો દબાઈ ગયા છે. આ કુદરતી આફતને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ  ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે માર્ગો અવરોધાયા છે જેના કારણે રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં જાનહાનિ વિશેની સત્તાવાર માહિતીની પ્રતીક્ષા છે, પરંતુ આ ઘટનાથી થયેલું આર્થિક નુકસાન ખૂબ મોટું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

App Store