Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heatwave Advisory: Severe heat advisory issued in the country, government appeals not to go out from 12 to 4 pm

Heatwave Advisory: દેશમાં ભીષણ ગરમીની એડવાઈઝરી જાહેર, બપોરે 12થી 4 બહાર ન નીકળવા સરકારની અપીલ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Heatwave Advisory: દેશમાં ભીષણ ગરમીની એડવાઈઝરી જાહેર, બપોરે 12થી 4 બહાર ન નીકળવા સરકારની અપીલ
સોર્સ : GSTV

Heatwave Advisory: ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે.
હીટવેવમાં કઈ બીમારીઓનું જોખમ?

App Store

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે. 

હીટ સ્ટ્રોક (લૂ લાગવી): શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ જવું.

ડિહાઈડ્રેશન: શરીરમાં પાણીની ભારે અછત સર્જાવી.

હીટ ક્રેમ્પ્સ: માંસપેશીઓમાં અસહ્ય ખેંચાણ અને દુખાવો.


અન્ય બીમારીઓ: ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ, ચિકનપોક્સ અને પેટને લગતી સમસ્યાઓ પણ આ ઋતુમાં વકરે છે.

શું રાખવી સાવધાની?

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) એ લોકોને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે:

શું કરવું?

પર્યાપ્ત માત્રામાં પાણી અને પ્રવાહી પદાર્થો (લીંબુ પાણી, છાશ, જ્યુસ) પીતા રહો.

હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.

બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખો અને ચશ્માનો ઉપયોગ કરો.

ઘરની બારીઓ અને પડદા બંધ રાખી ઘરને ઠંડું રાખો.

શું ન કરવું?

બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.

ખુલ્લા પગે તડકામાં ચાલશો નહીં.

દારૂ, ચા, કોફી અને વધુ પડતા ખાંડવાળા પીણાં પીવાનું ટાળો, કારણ કે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે.

બાળકો કે પાલતુ પ્રાણીઓને બંધ ગાડીમાં ક્યારેય એકલા ન છોડો.

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ 3 - image

શ્રમિકો અને બાળકો માટે ખાસ સૂચના
સરકારે જણાવ્યું છે કે ગરમીની સૌથી વધુ અસર મજૂરો, બાળકો અને વૃદ્ધો પર થાય છે. જેથી શ્રમજીવીઓએ ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ પર પીવાના ઠંડા પાણી અને આરામ માટે છાંયડાની વ્યવસ્થા હોવી જોઈએ. જો મશીનો ગરમ હોય તો તેને ઢાંકીને રાખવા અને કામની ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ છે. ઉપરાંત બાળકો માટે શાળાઓમાં બાળકોને સતત પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા અને પૂરતી વેન્ટિલેશન સુવિધા રાખવા જણાવાયું છે. 

યુપી-રાજસ્થાન મોડેલ અને હીટ ડોમનો ખતરો
સરકારે હીટવેવનો સામનો કરવા માટે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સફળ મોડેલને દેશભરમાં લાગુ કરવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ હીટ ડોમ વિશે ચેતવણી આપી છે. ગીચ ઈમારતો ધરાવતા વિસ્તારોમાં ગરમી કેદ થઈ જાય છે, જેના કારણે તાપમાન અચાનક વધી જાય છે અને લોકો બીમાર પડે છે.

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ 2 - image

RMLમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ
દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. અહીં દર્દીઓને ઠંડક આપવા માટે પાણીના મોટા ટબ અને સ્પેશિયલ બેડની વ્યવસ્થા છે. અત્યાર સુધી ગંભીર કેસો આવ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં પારો વધવાની શક્યતા હોવાથી તંત્ર હાઈ એલર્ટ પર છે.

(ખાસ નોંધ: જો તમને વધુ પડતો તાવ, માથાનો દુખાવો, ચક્કર આવવા કે ઉબકા જેવું લાગે, તો તેને સામાન્ય ગણી અવગણશો નહીં અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.)