Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Historic improvement in the banking sector: Now the salaries of government bank employees will increase every year, a big order from the Finance Ministry

બેંકિંગ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: હવે દર વર્ષે વધશે સરકારી બેંક કર્મચારીઓનો પગાર, નાણા મંત્રાલયનો મોટો આદેશ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
બેંકિંગ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: હવે દર વર્ષે વધશે સરકારી બેંક કર્મચારીઓનો પગાર, નાણા મંત્રાલયનો મોટો આદેશ
સોર્સ : GSTV

 PSB Salary Hike 2027 : કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકો (PSB)ના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે 13માં દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર 12 મહિનામાં અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલી નવેમ્બર-2027થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાંકીય સંસ્થાઓ  દર પાંચ વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ (IBA) કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરીને પગાર વધારા માટે સમજૂતી કરે છે.

App Store

વિત્તીય સેવા વિભાગે તમામ બેંકોને પત્ર લખ્યો
નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે સરકારી બેંકોના વડાઓને 20 એપ્રિલે પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે, તમામ બેંકો 12 મહિનાની અંદર વાતચીત કરીને પગારમાં ફેરફાર માટે પગલા ભરે. અગાઉની સમજૂતીમાં વિભાગે આઈબીએને કહ્યું હતું કે, પગાર વધારો સમયસર લાગુ કરી શકાય તે માટે ભવિષ્યમાં પગાર વધારા માટેની વાતચીત નિર્ધારિત સમયગાળા પહેલા પૂરી કરવામાં આવે. પત્રમાં એવું પણ કહેવાયું છે કે, અગાઉ સમજૂતી કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા ઘણી સમસ્યા થઈ હતી. તેથી આ વખતે નિયમોમાં ફેરફાર અગાઉ પગાર વધારવા માટે નિર્ધારીત કરાયેલી તારીખ પહેલા પુરા કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે.

બેંકોના નફામાં સતત વધારો
જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાંકીય વર્ષ 2025માં રેકોર્ડ નફો કર્યો છે, તેથી 2026માં પણ નફો વધવાની આશા રાખવામાં આવી છે. તમામ સરકારી બેંકોએ નાણાંકીય વર્ષ 2022માં 1 લાખ કરોડ રૂપિયા, 2023માં 1.05 લાખ કરોડ રૂપિયા, 2024માં 1.41 લાખ કરોડ રૂપિયા અને 2025માં 1.78 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે.