VIDEO: લખનૌમાં ભારે વરસાદ અને તેજ પવનથી ગરમીમાં રાહત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના લખનૌમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા શહેરમાં લાંબા સમયથી ચાલતી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે. અચાનક આવેલા વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણ ઠંડુ બન્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે ઝોરદાર પવન જોવા મળ્યો હતો, જેના કારણે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રસ્તાઓ પર પણ ઠંડકનો અનુભવ થયો હતો અને સામાન્ય જનજીવનને થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદી માહોલથી શહેરમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે.

