Video: મુંબઈમાં પ્રદૂષણનો કહેર

મુંબઈમાં હવા પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણની ચાદર છવાતાં હવાની ગુણવત્તામાં મોટો ઘટાડો નોંધાયો છે. હવામાં ધૂળ અને પ્રદૂષિત કણોનું પ્રમાણ વધતાં વાતાવરણ ધૂંધળું બન્યું છે. પ્રદૂષણના કારણે શહેરીજનોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. હવાની ગુણવત્તા સતત બગડતાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તંત્ર સામે પડકાર ઊભો થયો છે.
જાહેરાત







