મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારના આ સાંસદને હાઈકોર્ટનું સમન્સ, વધી શકે છે મુશ્કેલી

લોકસભા ચૂંટણીમાં NDA નો બહુમત વિજય થયા બાદ પણ એનડીએના સાંસદોની મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી

મોદી સરકારના આ સાંસદને હાઈકોર્ટનું સમન્સ, વધી શકે છે મુશ્કેલી

લોકસભા ચૂંટણીમાં NDA નો બહુમત વિજય થયા બાદ પણ એનડીએના સાંસદોની મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. લોકસભા ચૂંટણીમાં નજીવા મતોથી વિજય મેળવનારા સાંસદ માટે આ વિજય સમસ્યા બની ચૂકી છે. આ સાંસદ બીજું કોઈ નહીં પણ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના જૂથના શિવસેનાના છે. જેમને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે.

મહારાષ્ટ્રના એકનાથ શિંદે જૂથના શિવસેનાના સાંસદ રવિન્દ્ર વાયકર લોકસભાની ચૂંટણીમાં માત્ર 48થી જીત મેળવીને દેશની સંસદમાં પહોંચ્યા છે.  તેમની વિરુદ્ધ હવે બોમ્બે હાઈકોર્ટે સમન્સ જારી કર્યું છે. વાયકરને મુશ્કેલીમાં મૂકનાર વ્યક્તિ ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અમોલ કીર્તિકર છે, જેમણે વાઈકરની જીતને રદ કરવાની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

લોકસભા ચૂંટણીમાં શિંદે જૂથના શિવસેનાના રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા હતા. જેમની સામે શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકરની ચૂંટણી અરજી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના રવિન્દ્ર વાયકરને સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંદીપ વી. માર્નેની સિંગલ બેંચ કરી રહી છે. બેન્ચે કહ્યું કે વાઈકર અને અન્ય પ્રતિવાદીઓએ 2 સપ્ટેમ્બરે કોર્ટમાં કિર્તિકરે તેમની અરજીમાં કરેલા દાવાઓનો જવાબ આપવા માટે હાજર રહેવું પડશે.

બોમ્બે હાઈકોર્ટની સિંગલ બેંચે કહ્યું કે પ્રતિવાદીઓને સમન્સ જારી કરવામાં આવે, જેનો જવાબ 2 સપ્ટેમ્બર, 2024 સુધીમાં આપવામાં આવે. જણાવી દઈએ કે અમોલ કીર્તિકર વાયકર સામે માત્ર 48 વોટથી હારી ગયા હતા. તેમણે ભારતના ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓ પર પારદર્શિતાના અભાવ અને ક્ષતિઓનો આરોપ મૂકીને દાવો કર્યો કે, તેમને મતોની પુન:ગણતરી માટે અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

ગુજરાતના સાંસદને પણ ગુજરાત હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે. જણાવી દઈએ કે, સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બિન હરીફ જીતની અરજીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે.આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

સુરતના સાંસદની મુશ્કેલી વધી

સુરત લોકસભા બેઠક બિન હરીફ જાહેર થઇ હતી. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિન હરીફ જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સમન્સ કાઢ્યું છે. સુરત લોકસભા મતક્ષેત્રના ત્રણ મતદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. 

લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે.

શું હતી ઘટના?

સુરત બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ટેકેદારોની સહી મુદ્દે થયેલા વિવાદ બાદ ફોર્મ રદ થયું હતું. બાકીના ઉમેદવારોએ તેમનાં ફોર્મ પાછાં ખેચી લેતા સુરતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું હતું. 18મી લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ દેશના પ્રથમ સાંસદ જાહેર થયા હતા.

આ સમાચાર શેર કરો