મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખેડૂતો આનંદો: આ રાજ્યમાં તમામ પાક MSP પર ખરીદવાની સરકારની મંજૂરી, ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા નાયબ સિંહ સૈની સરકારે મોટો દાવ ખેલ્યો છે. સીએમ સૈનીએ MSP પર તમામ પાક ખ

ખેડૂતો આનંદો: આ રાજ્યમાં તમામ પાક MSP પર ખરીદવાની સરકારની મંજૂરી, ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા નાયબ સિંહ સૈની સરકારે મોટો દાવ ખેલ્યો છે. સીએમ સૈનીએ MSP પર તમામ પાક ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દેશમાં MSP પર તમામ પાકની ખરીદી કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય બન્યું છે. હરિયાણા કેબિનેટે એમએસપી પર પાકની ખરીદી અંગેના પ્રસ્તાવને મંજૂરી આપતા જ હરિયાણા દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અગાઉ રવિવારે સીએમ નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર MSP પર તમામ પાક ખરીદશે. આજે તેમની કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

હરિયાણા સીએમએ કહ્યું કે, રાજ્ય સરકારે 133 કરોડ રૂપિયાનું નહેર સિંચાઈ ચાર્જ પણ માફ કરી દીધો છે. તેનાથી ખેડૂતોને દર વર્ષે 54 કરોડ રૂપિયાનો ફાયદો થશે. 2023 પહેલા રોહતક, નૂહ, ફતેહાબાદ અને સિરસામાં કુદરતી આપત્તિને કારણે પાક નુકસાની ભોગવનારા ખેડૂતોને એક સપ્તાહની અંદર રૂ. 137 કરોડનું બાકી વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી હતી. આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.

સીએમ સૈનીએ જણાવ્યું હતું કે, "હવે ખેડૂતોને નવા ટ્યુબવેલ કનેક્શન માટે દેશમાં ગમે ત્યાંથી 'થ્રી-સ્ટાર' મોટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. હાલમાં રાજ્યમાં 'થ્રી-સ્ટાર' મોટરની માત્ર 10 કંપનીઓ નોંધાયેલી છે. આનાથી 31 ડિસેમ્બર 2023 સુધીમાં નવા ટ્યુબવેલ કનેક્શન માટે અરજી કરનારા ખેડૂતોને મોટી રાહત મળશે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, આ સિવાય જો પાવર ટ્રાન્સફોર્મર ખરાબ થવા પર ખેડૂત પાસેથી ટ્રાન્સફોર્મરની કિંમત વસૂલવામાં આવશે નહીં. વિદ્યુત નિગમ પોતાના ખર્ચે આ ટ્રાન્સફોર્મર્સ બદલશે. વર્તમાન રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખ્યો છે. અમે વ્યવસ્થામાં બદલાવ કર્યો છે.

આ સમાચાર શેર કરો