મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અગ્નિવીરને નોકરી, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા', હરિયાણા ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે હરિયાણાની જનતાને 20 દાવા ક

'અગ્નિવીરને નોકરી, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા', હરિયાણા ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે હરિયાણાની જનતાને 20 દાવા કર્યા છે. રોહતકમાં મેનિફેસ્ટો જાહેર કરતા સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યાં હતા. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ મેનિફેસ્ટો ચૂંટણીનો નથી.

ભાજપે સંકલ્પ પત્રમાં કર્યા આ દાવા

1. મહિલાઓને લાડો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે.
 
2. 10 ઔદ્યોગિક શહેરો બનાવવામાં આવશે. દરેક શહેરમાં 50 હજાર સ્થાનિક યુવાનોને નોકરી આપવા માટે ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.

3. ચિરાયુ-આયુષ્યમાન યોજના હેઠળ દરેક પરિવારને 10 લાખ સુધીની મફત સારવાર અને પરિવારના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધને અલગથી 5 લાખ સુધીની મફત સારવાર મળશે.

4. MSP પર 24 પાકની ખરીદી.
5. બે લાખ યુવાઓને સરકારી નોકરી
6.પાંચ લાખ યુવાઓ માટે અન્ય રોજગારની તક અને નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન યોજનામાં માસિક સ્ટાઇપેન્ડ
7. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 5 લાખ ઘર.

8.સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ અને તમામ હોસ્પિટલમાં મફત ડાયગ્નોસિસ.
9. દરેક જિલ્લામાં ઓલમ્પિક રમતની નર્સરી.
10. હર ઘર ગૃહિમી યોજના હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર.
11. અવ્વલ બાલિકા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં કોલેજ જતી દરેક વિદ્યાર્થિનીને સ્કૂટર.
12. હર હરિયાણવી અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી.
13. ભારત સરકારના સહયોગથી કેએમપીના ઓર્બિટલ રેલ કોરિડોરનું નિર્માણ અને નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત.
14. ભારત સરકારના સહયોગથી કેટલીક રેપિડ રેલ સેવાો અને ફરીદાબાદથી ગુરૂગ્રામ વચ્ચે ઇન્ટરસિટી એક્સપ્રેસ મેટ્રો સેવાની શરૂઆત.
15. નાની પછાત સમાજની જાતિઓ માટે પુરતા બજેટ સાથે અલગ અલગ કલ્યાણ બોર્ડ.

આ સમાચાર શેર કરો