હરિયાણા વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારોની પ્રથમ યાદી
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ 31 ઉમેદવારોની પહેલી યાદી છે. હરિયાણા

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ 31 ઉમેદવારોની પહેલી યાદી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાવાની છે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો. આ પાછળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. કેસી વેણુગોપાલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને બન્નેને આવકાર્યા હતા.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ વિનેશ ફોગાટે શું કહ્યું?
- ખરાબ સમયમાં ખબર પડે છે કોણ તમારી સાથે છે.
- અમારી લડાઇ ચાલુ રહેશે, ખતમ નથી થઇ
- કોંગ્રેસે અમારા આંસુને સમજ્યા
- ખરાબ સમયમાં ખબર પડે છે કોણ તમારૂ છે
- ભાજપને છોડીને બધા અમારી સાથે હતા
- આ દેશના લોકોની સેવાની તક






