મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હાફિઝ સઇદને અજાણ્યા શખ્સે ઝેર આપ્યાનો દાવો! પાકિસ્તાનની હૉસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે જંગ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી હાફિઝ સઇદને ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો સોશિયલ મ

હાફિઝ સઇદને અજાણ્યા શખ્સે ઝેર આપ્યાનો દાવો! પાકિસ્તાનની હૉસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે જંગ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી હાફિઝ સઇદને ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. હાફિઝ સઇદને અજાણ્યા વ્યક્તિએ ઝેર આપ્યું છે. ભોજનમાં કઇક ખાધા બાદ તેને ઉલ્ટી થઇ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાફિઝ સઇદ ટ્રેંડ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી આ સમાચારની પૃષ્ટી થઇ શકી નથી.

ઘરમાં ઘુસીને મારીશું

હાફિદ સઇદને ઝેર આપવાની વાત એવા સમયે સામે આવી છે જ્યારે બ્રિટિશ અખબારે પાકિસ્તાનમાં 20 આતંકીઓની ટાર્ગેટ કિલિંગમાં ભારતનો હાથ હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચુક્યા છે કે હવે ભારત તે દેશ નથી જે પોતાના દુશ્મનોને બિરયાની ખવડાવે. ભારત હવે ઘરમાં ઘુસીને મારે છે. બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન પણ પાકિસ્તાનમાં ચર્ચામાં છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતનો દુશ્મન જો પાકિસ્તાનની તરફ ભાગશે તો અમે ઘુસીને મારીશું.

કોણ છે હાફિઝ સઇદ?

પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. તે મુંબઇ 26/11 અને પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ છે. ભારત સરકાર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને હાફિઝ સઇદને ભારતને સોપવાની માંગ કરી ચુક્યું છે. જમ્મુ કાશ્મીરમાં કેટલીક આતંકી ઘટનાઓ સિવાય હાફિઝ સઇદ મુંબઇમાં 26/11 હુમલાનો પણ માસ્ટરમાઇન્ડ છે. આ આતંકવાદી હુમલામાં અમેરિકન નાગરિકો સહિત 160થી વધુ વ્યક્તિઓના મોત થયા હતા. ભારત સિવાય અન્ય દેશોએ પણ હાફિઝ સઇદને આતંકવાદી જાહેર કર્યો છે. હાફિઝ સઇદ અને તેના સંગઠન પર અમેરિકાએ પણ ઇનામ જાહેર કર્યું છે. હાફિઝ સઇદનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા છે. આ આતંકી સંગઠન પર 1 કરોડ ડૉલરનું ઇનામ છે.

સોશિયલ મીડિયા પર ટ્રેંડ થયો હાફિઝ સઇદ

આ સમાચાર શેર કરો