ડ્રગ્સનો નવો અડ્ડો બન્યું ગુજરાત-રાજસ્થાન, પાકિસ્તાન પહોંચાડી રહ્યું છે નશાનો જથ્થો
ગુજરાત અને રાજસ્થાનના લોકોને નશાની લતમાં ધકેલવા માટે પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ડ્

ગુજરાત અને રાજસ્થાનના લોકોને નશાની લતમાં ધકેલવા માટે પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ડ્રોન દ્વારા રાજસ્થાન-ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું રેકેટ ચલાવી રહ્યું છે. પાકિસ્તાનની ગતિવિધિ સતત વધી ગઇ છે. એક પછી એક પાકિસ્તાન ડ્રોન અથવા વિવિધ રીતો દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયમાં જ દરિયા કિનારે ડ્રગ્સ-ચરસના બિનવારસી પેકેટ મળવાના કિસ્સા સામે આવ્યા છે.
પાકિસ્તાની તસ્કર પહોંચાડી રહ્યાં છે ડ્રગ્સનો જથ્થો
પાકિસ્તાન સાથે જોડાયેલા ભારતના સરહદી રાજ્ય રાજસ્થાન, ગુજરાત, પંજાબમાં તસ્કરો સક્રિય બન્યા છે અને ડ્રગ્સનો જથ્થો પહોંચાડી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર 15 જૂને રાજસ્થાનના શ્રીગંગાનગર બોર્ડર પર રાતના અંધારામાં એક ડ્રોનનો અવાજ સંભળાયો હતો. BSFના જવાનોએ ગોળીઓ ચલાવી હતી અને ડ્રોનને તોડી પાડ્યું હતું. જવાનોએ ડ્રોનની તપાસ કરતા 12.9 કિલો હીરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેની કિંમત કરોડો રૂપિયામાં છે.
રાજસ્થાનમાં દરરોજ પાકિસ્તાન પહોંચાડી રહ્યું છે નશાનો જથ્થો
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તસ્કર ડ્રોન દ્વારા દરરોજ રાજસ્થાન બોર્ડર પર કેટલાક ડ્રોન મોકલે છે. રાજસ્થાનમાં નશાનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન જે ડ્રોનનો ઉપયોગ કરે છે તેની કિંમત સસ્તી છે અને આ બજારમાં આસાનીથી 10થી 15 હજાર રૂપિયામાં મળી જાય છે.
ગુજરાતમાંથી પણ ઝડપાયો છે ડ્રગ્સ-ચરસનો બિનવારસી જથ્થો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં યુવાનોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે જેનો ફાયદો પાડોશી દેશ પાકિસ્તાનના તસ્કરો ઉઠાવી રહ્યાં છે. રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી 9600 કરોડની કિંમતનું 87 ટન જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય બન્યો છે.
કચ્છના જખૌના દરિયા કિનારેથી પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનોને અવાર નવાર ડ્રગ્સના બિન વારસી પેકેટ મળી આવે છે. આ ડ્ર્ગ્સ કોણ મોકલે છે અને કોણ મંગાવે છે તે સુરક્ષા એજન્સીઓ માટે પણ તપાસનો વિષય બન્યો છે.







