મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક, CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાત સરકારે રતન ટાટ

રતન ટાટાના નિધન પર ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક, CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાત સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મુંબઇ ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 રતન ટાટાના પાર્થિવ શરીરને NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. 

રતન ટાટાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે મુંબઈ પહોંચ્યા હતા.  બપોર બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે

આ સમાચાર શેર કરો