મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દેશના સૌથી મોટા આઈપીઓનું શાનદાર લિસ્ટીંગ

સોર્સ: gstv

દેશના સૌથી મોટા IPOનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટીંગ થયું છે. જિયો પ્લેટફોર્મ્સનો શેર રૂપિયા 1 હજાર 358 પર લિસ્ટ થયો છે, જે તેના 1 હજાર 119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21 ટકા વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ સમયે 100 અબજ ડૉલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી વિશ્વની માત્ર ચોથી એવી કંપની બની ગઈ છે, જેને તેના સ્થાપક પોતે ચલાવી રહ્યા છે. આ મામલે જિયો હવે મેટા, અલીબાબા અને એલોન મસ્કની સ્પેસએક્સના બિઝનેસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તેનું માર્કેટ કેપ 12 પોઈન્ટ 50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15 પોઈન્ટ 99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12 પોઈન્ટ 10 લાખ કરોડ રૂપિયા છે.માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસ્ટિંગના દિવસે નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં રૂપિયા પંદર સોથી રૂપિયા અઢાર સુધી જઈ શકે છે.

આ સમાચાર શેર કરો