અવકાશમાં જનારા પ્રથમ ભારતીય પર્યટક બનશે ગોપીચંદ થોટાકુરા, જાણો કેવી રીતે પૂરું થશે સપનું?
અવકાશમાં જવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ આવા ભાગ્યશાળી લોકો બહુ ઓછા હોય

અવકાશમાં જવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ આવા ભાગ્યશાળી લોકો બહુ ઓછા હોય છે જેમનું સપનું પૂરું થાય છે. આ બાબતે પાયલોટ ગોપીચંદનું નસીબ ખુલી ગયું. હકિકતમાં ગોપીચંદ થોટાકુરા એક પ્રવાસી તરીકે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનવા માટે તૈયાર છે. ગોપીચંદ થોટાકુરાને બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ-25 (NS-25) મિશન માટે ક્રૂ મેમ્બર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. થોટાકુરા અન્ય પાંચ લોકો સાથે પૃથ્વીના વાતાવરણની બહાર પ્રવાસ કરશે.
ગોપીચંદ થોટાકુરા એક ઉદ્યમી અને પાયલોટ છે. જે 31 ઉમેદવારોની પ્રતિષ્ઠિત યાદીમાં જોડાયા છે જેમને પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા કર્મન રેખાથી આગળ ઉડાન ભરી છે. શરૂઆતના દિવસોથી થોટાકુરામાં ઉડ્ડયનને લઈને જબરદસ્ત ઉત્સાહ હતો. આ જુસ્સાના કારણે તે પ્લેન ઉડાડતા શીખી ગયો. એ પછી તેણે એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી મેળવી.
જણાવી દઈએ કે, ગોપી એક પાઇલટ અને એવિએટર છે જેણે ગાડી ચલાવતા પહેલા પ્લેન ઉડાડવાનું શીખી લીધું. ગોપી બુશ, એરોબેટિક અને સી પ્લેનની સાથે સાથે ગ્લાઇડર અને હોટ એર બલૂનનો પાઇલટ છે અને તેણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાયલટ તરીકે કામ કર્યું છે. તેનું સૌથી તાજેતરનું સાહસ કિલીમંજારો પર્વતના શિખર પર પહોંચાડી દીધો. પર્યાવરણીય દૃષ્ટિકોણથી, NS-25 મિશન એક નવા યુગની શરૂઆત દર્શાવે છે.
આ મિશનની લોન્ચિંગ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ મિશનમાં એરફોર્સના ભૂતપૂર્વ કેપ્ટન એડ ડ્વાઈટનો પણ સમાવેશ થાય છે, જેમને યુએસ પ્રમુખ જોન એફ. કેનેડી દ્વારા 1961માં દેશના પ્રથમ અશ્વેત અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ક્યારેય અવકાશમાં ઉડવાની તક આપવામાં આવી ન હતી.






