Video: નવી મંડી વિસ્તારમાં લાખોનો માલસામાન બળીને ખાખ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં નવી મંડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુકરા ચોક નજીક એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જ્યારે પોલીસે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જાહેરાત













