મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:ગુજરાતની ધરતી પર યોગનો વૈશ્વિક મહોત્સવ, CMની હાજરીમાં શરૂઆત

અમદાવાદના એકા અરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વખત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનુ

અમદાવાદના એકા અરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વખત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 4 થી 8 જૂન સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં થયો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગને વૈશ્વિક ઓળખ આપવાના પ્રયાસો અને વિકસિત ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિશ્વના 87 દેશોના પ્રતિનિધિઓ અને લગભગ 500 કોચ તેમજ 70 દેશોના આશરે 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યોગને ઓલિમ્પિક અને કોમનવેલ્થ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક વ્યક્ત કરવામાં આવ્યો છે. બાબા રામદેવએ પણ યોગને સંસ્કૃતિનો સાર ગણાવી વૈશ્વિક એકતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. અમદાવાદને સ્પોર્ટ્સ કેપિટલ તરીકે આગળ વધતું દર્શાવાયું.

આ સમાચાર શેર કરો